pt> RTE FINAL MERIT LIST, RTE REQUIRED DOCUMENTS FOR ONLINE APPLICATION (RTE માટે ના માન્ય આધાર-પુરાવાની વિગત)
RTE FINAL MERIT LIST

Rte final merit list 2021

દસ્તાવેજના નામ

RTE  માટે ના માન્ય આધાર-પુરાવાની વિગત


1.રહેઠાણ નો પુરાવો

આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/ રજીસ્ટર્ડ ભાડા કરાર - ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો હોવો જોઈએ (નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)

2.વાલીનું જાતીનું પ્રમાણપત્ર

મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર

3.જન્મનું પ્રમાણપત્ર

ગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું

4.ફોટોગ્રાફ

પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ

5.વાલીની આવકનું પ્રમાણપત્ર

જુનો આવકનો દાખલો હોય તો મામલતદારશ્રી , તાલુકા વિકાસ અધીકારી અથવા સક્ષમ સત્તાધીકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. નવો આવકનો દાખલો માત્ર જનસેવા કેન્દ્ર નો જ માન્ય ગણાશે.

6.બીપીએલ (BPL)

૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ.

7.વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ (sc/st)

મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર

8.અનાથ બાળક

જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર

9.સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક

જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર

10.બાલગૃહ ના બાળકો

જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર

11.બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો

જે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર

12.સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો

સિવિલ સર્જન પ્રમાણપત્ર

13.ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ)

સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)

14.(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો સિવિલ સર્જન પ્રમાણપત્ર

15.શહીદ થયેલ જવાનના બાળકો

સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો

16.સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે

ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર (સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો

17.સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો

સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS  વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો  પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે

18.બાળકનું આધારકાર્ડ

બાળકના આધારકાર્ડની નકલ

19.વાલીનું આધારકાર્ડ

વાલીના આધારકાર્ડની નકલ

20.બેંકની વિગતો

બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ


Post a Comment

Thank you ❤
For reading 📖
Please comment , share ,and subscribe my site

Previous Post Next Post